Monday, 12 August 2024

તિરંગા યાત્રા

 આજ રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી..




Saturday, 10 August 2024

તિથિભોજન બાબત


લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં તારીખ 10 /8 /2024 ને શનિવારના રોજ ગામના  દાતાશ્રી રાજુભાઈ નંદુભાઈ પંચાલ તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.. તે બદલ શાળા પરિવાર તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે....







Saturday, 3 August 2024

LIFE SKILL - બાળમેળો

 

આજ રોજ તારીખ 3/ 8 /2024 ના રોજ લુહારના મુવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માટે લાઇફ સ્કીલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં રંગોળી સ્પર્ધા ,મહેંદી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,ફ્યુઝ ફીટ કરવો ,બાળકની વજન માપવું ,ઊંચાઈ માપવી, ખીલી મારવી, તાર  બાધવો ,ગેસનો રેગ્યુલેટર ફીટ કરવું , કુકર નું ફીટીંગ કેવી રીતના કરવું વગેરે જેવી વિવિધ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોએ 4  ગ્રુપમાં વિભાજીત થઈને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હતી.  બાળકોએ કરેલી પ્રવૃત્તિ માટે બાળકોને આચાર્યશ્રી તથા શાળાના શિક્ષક મિત્રો પણ શુભેચ્છા પાઠવી હતી. અને તેમનો ઉત્સાહ પણ વધારે હતો...





Friday, 2 August 2024

તિથી ભોજન

 

આજ રોજ શાળાના બાળકોને શિક્ષકો દ્વારા તિથી ભોજન આપવામાં આવ્યું..




Monday, 22 July 2024

"ચાંદીપુરમ વાયરસ ની માહિતી"

 આજ રોજ શનિવારના દિવસે શાળાના બાળકોને "ચાંદીપુરમ વાયરસ" ની માહિતી આપવામાં આવી. આ માહિતીમાં ચાંદીપુર વાયરસ કેવી રીતે ઉત્પત્તિ થાય છે ? તેનો ફેલાવો કોના કોના વડે થાય છે ? અને ચાંદીપુર વાયરસ ના લક્ષણો શું હોય છે ? તેની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવી અને તેના પ્રત્યે રાખવામાં આવતી કાળજીઓની પણ માહિતી આપવામાં આવી...







"શિક્ષા સપ્તાહની ઉજવણી "

 આજ રોજ શિક્ષા સપ્તાહની દિવસ-1 ની ઉજવણી કરવામાં આવી...





Day - 1