Showing posts with label સરકારી સહાય માટે ના ફોર્મ. Show all posts
Showing posts with label સરકારી સહાય માટે ના ફોર્મ. Show all posts

Wednesday, 21 October 2020

પાલક માતા પિતા યોજના ફોર્મ ONLINE કેવી રીતે ભરવું ? સંપૂર્ણ માહિતી




સહાયનો દરઃ-

  • અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) સહાય પેટે ચુકવવામાં આવશે.

આવક મર્યાદાઃ

  • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦ થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦ થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનો રહેશે

યોજનાની શરતો

  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ લાભાર્થી ૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં મુકવાના રહેશે અને ૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે. જો બાળકનો અભ્યાસ બંધ કરાવવામાં આવશે તો સહાય આપવાનું બંધ કરવામાં આવશે.
  • આંગણવાડીમાં જતાં બાળકો માટે આઈસીડીએસના (સંકલિત બાળ વિકાસ યોજના) સંબંધિત પોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર તથા શાળાએ જતાં બાળકો માટે સંબધિત શાળાના આચાર્યનું પ્રમાણપત્ર દર વર્ષે ૧૫મી જુલાઈ સુધીમાં રજૂ કરવાનું રહેશે.
  • બાળકના માતા-પિતાના મરણની પ્રમાણિત દાખલા રજુ કરવાના રહેશે.
  • જો બાળકની માતાએ પુન:લગ્ન કરેલ હોય અને બાળક માતા સાથે રહેવા જાય તેવા સંજોગોમાં સહાય આપવાનું બંધ કરવામાં આવશે.
  • અરજીનો નમુનો ખાતાની વેબસાઇટ https://sje.gujarat.gov.in/dsd પરથી ડાઉનલોડ કરી અથવા નજીકના ચિલ્ડ્રનહોમ/ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી/જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળી રહેશે. અરજી મંજુર થયે સહાય અરજી કર્યાના માસથી મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાનું અમલીકરણ જિલ્લા કક્ષાએ જિલ્લાના ચિલ્ડ્રન હોમના અધિક્ષકે કરવાનું રહે છે. જે જીલ્લામાં ચિલ્ડ્રન હોમ કાર્યરત નથી તેવા જીલ્લામાં યોજનાના ફોર્મ સ્વીકારવાની અને આગળની કાર્યવાહી જિલ્લા બાળ સુરક્ષા એકમની રહેશે. અને ચુકવણાની જવાબદારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે.
  • દરેક જિલ્લા સ્તરે સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા ભલામણોની સમીક્ષા કરી પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે આદેશ કરવાના રહેશે.
  • જે બાળકો આવા જ પ્રકારની રાજયની કે કેન્દ્રની અન્ય કોઈ યોજનાઓનો લાભ મેળવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
  • આ રકમ લાભાર્થીના ખાતામાં સીધી ચુકવણા (DBT) પધ્ધતિથી એકાઉન્ટ પેઇ ચેકથી ચુકવવાની રહેશે. આવા પાલક માતા-પિતા કે મંજૂરી પ્રાપ્ત નજીકનાં સગાં એટલે કે લાભકર્તાએ બેન્ક/પોસ્ટ ઓફિસમાં બાળકના નામ સાથેનું પોતના સંયુક્ત નામનું ખાતું ખોલાવવાનું રહેશે.

જરૂરી આધારપુરાવા

  • બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
  • બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
  • આવકનોદાખલો
  • માતા અને પિતાના મરણના દાખલા
  • બાળકની બેંક પાસબુક નકલ
  • બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
  • પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ