🗳 બાળસંસદ ની ચૂંટણી 🗳
તારીખ 14 /8 /2024 ને બુધવારના રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં બપોરે 2:00 વાગે બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં આવી હતી .જેમાં બાળ સંસદ મથક ની રચના કરવામાં આવી હતી.જેમાં ધોરણ 7 થી 8 ના બાળકોનો કર્મચારીઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી .જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ બાળસંસદ ચૂંટણીમાં ધોરણ 4 થી 8 ના કુલ 72 બાળકોની મતદાર યાદી હતી જેમાં કુલ 68 વોટ પડયા હતા. જેમાં સૌથી વધુ મત હાર્દિક વિક્રમ કુમાર સોલંકીને મળ્યા હતા. આ બાળસંસદ ચૂંટણીમાં VOTE આપવા માટે મોબાઈલ PHONE અને શાળામાં આપવામાં આવેલા SMART TV નો ઉપયોગ કરવામાં આવ્યો હતો .જેમાં બાળકોને પ્રત્યક્ષ VOTE કઈ રીતે અપાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં જુદા જુદા કર્મચારીઓ તરીકે પ્રિસાઇડિગઓફિસર , આ. પ્રિસાઇડિગઓફિસર , પોલિગ ઓફિસર -1 , પોલિગ ઓફિસર -2 ,પોલિગ ઓફિસર -3 વગેરેની રચના કરવામાં આવી હતી.. 30 મિનિટ પછી સ્માર્ટ ટીવી પર થયેલ વોટીંગ નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું..
VEDIO
No comments:
Post a Comment