આજ રોજ તારીખ 3/ 8 /2024 ના રોજ લુહારના મુવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માટે લાઇફ સ્કીલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં રંગોળી સ્પર્ધા ,મહેંદી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,ફ્યુઝ ફીટ કરવો ,બાળકની વજન માપવું ,ઊંચાઈ માપવી, ખીલી મારવી, તાર બાધવો ,ગેસનો રેગ્યુલેટર ફીટ કરવું , કુકર નું ફીટીંગ કેવી રીતના કરવું વગેરે જેવી વિવિધ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોએ 4 ગ્રુપમાં વિભાજીત થઈને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હતી. બાળકોએ કરેલી પ્રવૃત્તિ માટે બાળકોને આચાર્યશ્રી તથા શાળાના શિક્ષક મિત્રો પણ શુભેચ્છા પાઠવી હતી. અને તેમનો ઉત્સાહ પણ વધારે હતો...