💠 દરેક ધોરણના દરેક વિષયની શિક્ષક આવૃત્તિ
આજ રોજ ...13 જાન્યુઆરી -2024 ના સોમવાર ને રોજ શાળામાં પતંગોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના દરેક બાળકોને પતંગ આપવામાં આવ્યા હતા...🪁🪁
આજ રોજ 19/ 9/ 2024 ને ગુરૂવારના રોજ શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ અજીતભાઈ ચૌધરીનું વિદાય સમારંભ યોજવામાં આવ્યો.. આ વિદાય સમારંભ દરમિયાન શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ તરફથી ગુથલી પ્રાથમિક શાળામાં જે CRC કક્ષાનો વિજ્ઞાન મેળો - 2024 યોજાયો હતો. તેમાં બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે 1 પેડ અને 1પેન આપવામાં આવેલ છે..તેમનો ખૂબ ખૂબ આભાર.......
આજ રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં સાંજના સમયે શ્રી ગણેશ નું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારબાદ તેની બાળકો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકો એ ભાગ લીધો હતો...
શ્રી ગણેશ વિસર્જન
ભારતીય ચલણની નાણા પર કયા કયા ફોટા મૂકવામાં આવેલ છે ?
તેની માહિતી આપતો અહીં vedio મૂકવામાં આવેલ છે..
આજરોજ આજ 5 સપ્ટેમ્બર 2024 ને ગુરુવારના રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં ધોરણ 5 થી 8 બાળકોએ શિક્ષક બનીને અન્ય બાળકોનું શિક્ષણ કાર્ય કર્યું હતું .જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમાં શિક્ષક દિનનો શું મહત્વ છે, તેનો પણ સમજ આપવામાં આવી હતી .જે નીચે મુજબ છે..
આજરોજ લુહારના મુવાડા પ્રાથમિક શાળામાં બપોરના સમય બાદ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં શાળાના બાળકોએ સાથે ભાગ લીધો હતો.