Showing posts with label SCHOOL VEDIO. Show all posts
Showing posts with label SCHOOL VEDIO. Show all posts

Monday, 26 January 2026

પ્રજાસત્તાક દિન ઉજવણી - ૨૦૨૬

 પ્રજાસત્તાક દિન ઉજવણી અહેવાલ

તા. 26 જાન્યુઆરી 2026, સોમવારના રોજ લુહારના મુવાડા પ્રાથમિક શાળા, તાલુકો- બાલાસિનોર, જીલ્લો -મહીસાગર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સવારે 7:00 વાગ્યે પ્રભાતફેરી દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા અને સમગ્ર ગામમાં દેશપ્રેમનો માહોલ સર્જાયો હતો.

પ્રભાતફેરી દરમિયાન શાળાના એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી સોલંકી વિક્રમસિંહ ના ઘરે બાળકોને ચા તથા બટાકા પૌવાનો નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામના લોકોએ બાળકોને પ્રસાદ સ્વરૂપે ચોકલેટ, સાકર, ગોળ વગેરે આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.પછી શાળામાં  ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગામમાં જન્મેલી દીકરીઓના વાલીઓને બોલાવી તેમને યાદગીરી રૂપે સ્મૃતિપત્ર આપવામાં આવ્યા હતા, જે દીકરી સન્માનનો સુંદર ઉદાહરણ બન્યો હતો.

રાષ્ટ્રધ્વજ સોલંકી સપનાબેન કનકસિંહ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં દેશભક્તિ ગીતો તથા મોબાઇલના ઉપયોગ અંગે જાગૃતિ લાવતું નાટક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું

સવારે 12:00 વાગ્યે કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવી. ત્યારબાદ શાળામાં મહિલા મિટિંગ યોજાઈ તેમજ વાલીઓ માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રીતે લુહારના મુવાડા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ, દેશપ્રેમ અને સામાજિક જાગૃતિ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
















VEDIO....👇













Saturday, 24 January 2026

શૈક્ષણિક પ્રવાસ -2026

 શૈક્ષણિક પ્રવાસ અહેવાલ

શાળાનું નામ : લુહાર ના મુવાડા પ્રાથમિક શાળા

તારીખ : ૬ જાન્યુઆરી ૨૦૨૬

વાર : મંગળવાર

પ્રવાસનો પ્રકાર : શૈક્ષણિક પ્રવાસ

લુહાર ના મુવાડા પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા જ્ઞાનવર્ધનના હેતુસર તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવારના રોજ એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો હાજર રહ્યા હતા.

આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને અમદાવાદ શહેરના વિવિધ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. પ્રવાસની શરૂઆત ફ્લાવર શોથી કરવામાં આવી, જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સુંદર ફૂલો, આકર્ષક ફૂલોથી બનાવેલ કલાત્મક રચનાઓ નિહાળી અને કુદરત પ્રત્યેનો પ્રેમ વિકસાવ્યો.

ત્યારબાદ વિદ્યાર્થીઓને અટલ બ્રિજની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં તેમને આધુનિક ઇજનેરી કળા તથા શહેરના વિકાસ વિશે માહિતી મળી. ત્યારપછી કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રાણી, પક્ષી અને સરિસૃપો જોઈને વિદ્યાર્થીઓમાં પ્રાણીજગત પ્રત્યે રસ અને જાગૃતિ વિકસી.

આ બાદ વિદ્યાર્થીઓને સાયન્સ સિટી લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને રોબોટિક્સ વિભાગમાં આધુનિક ટેકનોલોજી તથા રોબોટ્સના ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યું. તેમજ એક્વેરિયમમાં વિવિધ જાતની માછલીઓ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ આનંદિત થયા અને સમુદ્રી જીવન વિશે નવી માહિતી મેળવી.

પ્રવાસના અંતે વિદ્યાર્થીઓએ ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લીધી. અહીં ભારતીય સંસ્કૃતિ, કલા, ઇતિહાસ તથા આધ્યાત્મિક મૂલ્યો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું, જે પ્રવાસનો ખૂબ જ શૈક્ષણિક અને પ્રેરણાદાયક ભાગ રહ્યો.

આ સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ વર્તન રાખ્યું અને આનંદ સાથે નવી-નવી બાબતો શીખી. શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે યાદગાર તથા જ્ઞાનવર્ધક સાબિત થયો. શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને આયોજનને કારણે પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન થયો.
















Monday, 26 October 2020

એકમ કસોટી નોટબુક વગર પણ સ્કેન કરી શકાય છે ?

 

💥💥 *એકમ કસોટી* 💥💥

*એકમ કસોટી સ્કેન કરવી કે બાળકોને લખવા આપવી તેનું સોલ્યુશન...*


*એકમ કસોટી નોટબુક વગર પણ સ્કેન કરી શકાય છે*


*એકમ કસોટી નોટબુક સ્કેન કરવા માટે ઘરે લઈ જવાની જરૂર નથી*


*માત્ર એક જ બાળકની* કસોટી સ્કેન કરીને *બધા બાળકોની* એકમ કસોટીની એન્ટ્રી કરો....


જોવા માટે નીચે  ક્લિક કરો...