Monday, 22 July 2024

"ચાંદીપુરમ વાયરસ ની માહિતી"

 આજ રોજ શનિવારના દિવસે શાળાના બાળકોને "ચાંદીપુરમ વાયરસ" ની માહિતી આપવામાં આવી. આ માહિતીમાં ચાંદીપુર વાયરસ કેવી રીતે ઉત્પત્તિ થાય છે ? તેનો ફેલાવો કોના કોના વડે થાય છે ? અને ચાંદીપુર વાયરસ ના લક્ષણો શું હોય છે ? તેની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવી અને તેના પ્રત્યે રાખવામાં આવતી કાળજીઓની પણ માહિતી આપવામાં આવી...







"શિક્ષા સપ્તાહની ઉજવણી "

 આજ રોજ શિક્ષા સપ્તાહની દિવસ-1 ની ઉજવણી કરવામાં આવી...





Day - 1


Tuesday, 16 July 2024

G - SHALA દ્વારા બાળકોને અપાતુ શિક્ષણ

G -SHALA  દ્વારા SMART TV  વડે  ધોરણ 6 થી 8 ના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.. જેમાં વિષયવાર અને ધોરણ વાર બાળકોને અધ્યયન - અધ્યાપન કાર્ય કરવામા  આવે છે...






દાતાશ્રી દ્વારા ચોપડા અને નોટબુકનું વિતરણ

 આજ રોજ તારીખ 15 /7 /2024 ના રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં ઠાકોર કરણી સેના દ્વારા અને સરપંચના સહકારથી શાળાના બાળકોને ચોપડા અને નોટબુક દેશી હિસાબનું વિતરણ કરવામાં આવ્યું..


લુહારના મુવાડા પ્રાથમિક શાળા તરફથી દાતાશ્રી નો ખુબ ખુબ આભાર...🙏🙏









Thursday, 27 June 2024

શાળા પ્રવેશોત્સવ- 2024/25

 🔆  શાળા પ્રવેશોત્સવ- 2024/25   🔆 

આજ રોજ તારીખ-  27 /6/ 2024 ને ગુરુવારે  લુહાર ના મુવાડા પ્રાથમિક શાળા ,તાલુકો- બાલાસિનોર ,જીલ્લો- મહીસાગર ની શાળામાં બાલવાટિકામાં કુલ 13 બાળકો અને ધોરણ એકમાં 1 બાળકને શાળા પ્રવેશો દરમિયાન પ્રવેશ આપવામાં આવ્યો . શાળા પ્રવેશો દરમિયાન ધોરણ -5 ની 8ની  છોકરીઓએ સ્વાગત ગીત અને મનુષ્ય તુ બડા મહાન હૈ ગીત રજૂ કર્યું હતું . બાલવાટિકાના બાળકોને કીટ આપી- કંકુ તિલક કરી તેમને શાળામાં આપવામાં આવ્યો. આજ રોજ મુખ્ય મહેમાન તરીકે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દિપકભાઈ વાટલીયા સાહેબ અને લાયઝન અધિકારી સ્નેહાબેન ભટ્ટ હાજર રહ્યા હતા. વર્ષ દરમિયાન ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર પરીક્ષા પાસ કરેલ હોય તેવા બાળકોને એક એક ચોપડો અને એક પેન ભેટ તરીકે આપવામાં આવ્યા હતા તથા બાહ્ય પરીક્ષામાં જેવો પાસ થયેલ છે તેમને અલગ કીટ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગામના સરપંચ શ્રી તરફથી બાળકોને ફૂલ સાઈઝના ચોપડા ભેટ તરીકે આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા શાળામાં દાતાશ્રી અને ગામના વયોવૃદ્ધ વડીલનું પણ પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.