લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં તારીખ 10 /8 /2024 ને શનિવારના રોજ ગામના દાતાશ્રી રાજુભાઈ નંદુભાઈ પંચાલ તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.. તે બદલ શાળા પરિવાર તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે....
Saturday, 10 August 2024
Saturday, 3 August 2024
LIFE SKILL - બાળમેળો
આજ રોજ તારીખ 3/ 8 /2024 ના રોજ લુહારના મુવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માટે લાઇફ સ્કીલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં રંગોળી સ્પર્ધા ,મહેંદી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,ફ્યુઝ ફીટ કરવો ,બાળકની વજન માપવું ,ઊંચાઈ માપવી, ખીલી મારવી, તાર બાધવો ,ગેસનો રેગ્યુલેટર ફીટ કરવું , કુકર નું ફીટીંગ કેવી રીતના કરવું વગેરે જેવી વિવિધ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોએ 4 ગ્રુપમાં વિભાજીત થઈને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હતી. બાળકોએ કરેલી પ્રવૃત્તિ માટે બાળકોને આચાર્યશ્રી તથા શાળાના શિક્ષક મિત્રો પણ શુભેચ્છા પાઠવી હતી. અને તેમનો ઉત્સાહ પણ વધારે હતો...
Friday, 2 August 2024
Friday, 26 July 2024
Thursday, 25 July 2024
Tuesday, 23 July 2024
Monday, 22 July 2024
"ચાંદીપુરમ વાયરસ ની માહિતી"
આજ રોજ શનિવારના દિવસે શાળાના બાળકોને "ચાંદીપુરમ વાયરસ" ની માહિતી આપવામાં આવી. આ માહિતીમાં ચાંદીપુર વાયરસ કેવી રીતે ઉત્પત્તિ થાય છે ? તેનો ફેલાવો કોના કોના વડે થાય છે ? અને ચાંદીપુર વાયરસ ના લક્ષણો શું હોય છે ? તેની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવી અને તેના પ્રત્યે રાખવામાં આવતી કાળજીઓની પણ માહિતી આપવામાં આવી...
Tuesday, 16 July 2024
G - SHALA દ્વારા બાળકોને અપાતુ શિક્ષણ
G -SHALA દ્વારા SMART TV વડે ધોરણ 6 થી 8 ના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.. જેમાં વિષયવાર અને ધોરણ વાર બાળકોને અધ્યયન - અધ્યાપન કાર્ય કરવામા આવે છે...
દાતાશ્રી દ્વારા ચોપડા અને નોટબુકનું વિતરણ
આજ રોજ તારીખ 15 /7 /2024 ના રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં ઠાકોર કરણી સેના દ્વારા અને સરપંચના સહકારથી શાળાના બાળકોને ચોપડા અને નોટબુક દેશી હિસાબનું વિતરણ કરવામાં આવ્યું..
લુહારના મુવાડા પ્રાથમિક શાળા તરફથી દાતાશ્રી નો ખુબ ખુબ આભાર...🙏🙏